Part 2 (જીવનમાં વળાંક)
- Get link
- X
- Other Apps
એ હવાસખોરો એ પ્રિયા ને ઉપાડી ગાડીમાં નાખી અને પ્રિયા બૂમાબૂમ ચીસ ચીસ કરતી રહી ગઈ.તેનું મોઢું પણ દબાવી દીધું અને પટ્ટી મારી દીધી.અને ગાડી ચાલુ કરી અને લઈ ગયા.હવે તે કશું જ કરી શકે તેમ ન હતી.કોણ જાણે (પ્રિયાને તો સપને પણ ખ્યાલ ન હતો કે આવો કોઈક તેની જિંદગી માં વળાંક આવશે)
પ્રિયા એ ખૂબ તેમનાથી બચવાના પ્રયાસો કર્યા.હાથ પગ માર્યા લાતો મારી પણ પેલા લોકો એ તેને ખૂબ મારી એટલે પ્રિયા એ કશું કરવાની હાલતમાં નથી.તે ખાલી કારની બારી માં બે હાથ રાખીને તરફડીયા મારવા લાગી જેથી તેને કોઈ જોવે અને તેને બચાવે.બહુ વિપરીત પરિસ્થિતિમાં પ્રિયા મૂકાઈ ગઈ હતી.
હવે તેને કુદરતનો ચમત્કાર જ બચાવી શકે છે.અને થયો કુદરત નો ચમત્કાર.
તે લોકો એ જે રસ્તા પરથી ગાડી લીધી ત્યાંથી કોઈ વાહન આમ તો જતા નથી.કેમ કે ત્યાં ખૂબ અંધારું હોય છે તેથી બધા મેઈન રોડ પરથી જ જાય
એટલે તે લોકોને એમ કે કોણ આવવાનું છે અહીંયા, પણ ત્યાંથી એક બાઈક પર છોકરો નિકળ્યો.આમ તો તે મેઇન રોડ પરથી નીકળે પણ તે ખબર નહિ એમ જ આ રોડ પર થી નીકળ્યો.કદાચ કુદરતનો જ ચમત્કાર સમજી લ્યો..
પ્રિયા નું કાચ પર હાથ મારવાનું ચાલુ જ હતું.અને આ બધું એ બાઈક વાળો છોકરો જોઈ ગયો.તેણે તાત્કાલિક ગાડી નો નંબર નોંધી ને પોલિસમાં કમપ્લેન કરી અને એરિયા પણ કહ્યો અને તેની બાઈક ને ગાડી આગળ લાવીને ઉભી કરી દીધી.પેલા હવસખોરો ગાડીમાંથી ઉતરે છે અને કહે છે કે અહીંથી જતો રહે નહી તો મજા નહિ આવે પછી તો પેલો છોકરો પણ ખસતો નથી અને આ બન્ને વચ્ચે ધમાસણ યુદ્ધ થાય છે.અને ત્યાં સુધી માં તો પોલીસની ગાડી આવી પહોંચે છે.અને પેલા પાંચ હવસખોરો ને હાથકડી પહેરાઇ અને જેલની ચક્કી પીસવા લઇ જાય છે. પોલીસ પેલા છોકરાને શાબાશી આપે છે.
પ્રિયા બિચારી ખૂબ ડઘાયેલી હોય છે.પેલો છોકરો જે બચાવે છે.તેનું નામ હોય છે ભાવિન .તે તેણી ને પાણી પીવડાવે છે અને બેસાડે છે પછી પ્રિયા ને એના પર વિશ્વાસ આવે છે.તે વાત કરવાનું ચાલુ કરે છે કે આવું બધુ બન્યું મારા સાથે.
ભાવિન કહે છે પ્રિયા ચિંતા ન કર.હું છું ને તારી સાથે હું તને તારા ઘરે મુકવા આવીશ. તું શાંતિ થી રિલેક્સ થા.તે થોડી રીલેક્સ થઈ.પછી એણે ભાવિન ને કહ્યું કે તમે આજે ન હોત તો હું શુ કરતી,મારુ શું થાત એમ કહી ખૂબ રડે છે.હું તમારું આ એસાન જિંદગીભર નહી ભૂલી શકું તમે મારી બહુ મદદ કરી છે.ભાવિન કહે છે કે અરેરેરે..! શાંત પ્રિયા તે બહુ આભાર વ્યકત કરી લીધો તારી જગ્યાએ બીજી કોઈ પણ છોકરી હોય તો હું એની મદદ અવશ્ય કરતો કેમ કે હું પણ કોઈક નો છોકરો અને કોઈક નો ભાઈ છું. હું સ્ત્રીઓની ઇજ્જત પહેલા કરું છું."નારી તું નારાયણી"એમ જ નથી કહેવાતું એટલે તમે મને ખોટું આભાર વ્યકત કરી ને શરમમાં ન નાખો.ફરજ હતી .
ભાવિન પાછો હતો આર્મી માં ,બસ આમ કહી પ્રિયા ને ભાવિન તેના ઘરે મુકવા જાય છે.એમ પણ મોડું ખૂબ થઈ ગયું હોય છે.પ્રિયા કહે છે મારા મોમ ડેડ ખૂબ ચિંતિત હશે તમારો ફોન હોય તો હું ફોન કરી ભાવિને કહ્યું હાં કેમ નહિ ..તેણે ફોન કરીને કહ્યું મમ્મી પપ્પા હું આવી જ રહી છું.ટેંશન ન લ્યો હું આવી ને બધુ જણાવું છું.
બસ પછી ઘરે ભાવિન અને પ્રિયા બન્ને પહોંચ્યા મમ્મી પપ્પા એ પ્રિયા ને કહ્યું બેટા ક્યાં હતી? તું કેમ આટલું મોડું થયું? અને આ છોકરા સાથે કેમ આવી ?તેના કપડાં પણ ગંદા હતા અને ખરાબ હાલતમાં જોઈ તેના માતા પિતા ને લાગ્યું કે થયું છે તેથી સવાલો ચાલુ કર્યા.
પછી ભાવિને જ કહ્યું કે આવો બનાવ તેની સાથે બન્યો છે અત્યારે તેને ટેંશન ન આપો શાંતિ થી વાત કરજો.
પ્રિયા એ કહ્યું હવે તો હું ઠીક છુ. તેણે કહ્યું ભાવિન ન હોત તો હું મમ્મી પપ્પા શું કરતી આજે બસ આટલું કહી તે વળગીને રડવા લાગી .તેના માતા પિતા પણ ખૂબ રડવા લાગ્યા અને ભવિનને કહ્યું બેટા તારું આ એસાન અમે ક્યારેય નહીં ભૂલીએ.આભાર વ્યક્ત કર્યો . તેના માટે ચા નાસ્તો મુક્યો .કેમ કે તેણે જમવાનુ તેણે ના પાડી,આમ પ્રિયાના માતા પિતા એ ભાવિન ને પૂછ્યું બેટા તું શું કરે છે તેણે કહ્યું હું આર્મી માં છું અત્યારે હું ઘરે ત્યાં થી બે ચાર દિવસ ની રજા લઈ ને આવ્યો છું.તેના માતા પિતા ને ખૂબ સારું લાગ્યું અને કહ્યું બેટા તારા લગ્ન થઈ ગયા છે??..ભાવિન કહે ના ઘર માં વાતો ચાલે છે.
પ્રિયા ના માતા પિતા ને ભાવિન પ્રિયા માટે ખૂબ ગમી ગયેલો હતો તેમણે ભવિનને પૂછ્યું કે તને કોઈ વાંધો ન હોય તો એકવાત પુછીએ? તેણે કહ્યું હાં ..અમારી પ્રિયા સાથે તું લગ્ન કરીશ? ભાવિન ને પ્રિયા તો પહેલી નજર માં ગમી ગયેલી અને પ્રિયા ને પણ ભાવિન ગમી ગયો તેણે તેની આટલી મદદ કરી અને આમ ભવિનને કહ્યું કે પ્રિયાને જો વાંધો ન હોય તો મારી હાં છે..
પછી શું..,પ્રિયા એ પણ હા પાડી હવે લગ્નની તૈયારીઓ ચાલુ થઈ ગઈ.ભાવિનના માતા પિતા પણ ખૂબ ખુશ થઈ ગયા.લગ્ન માં પ્રિયા એ તેના બધા મિત્રો નેં આ બનાવ જે એની સાથે બન્યો એ બધુ કહ્યું બધા જ ખૂબ ભાવિન ને આભાર વ્યક્ત કરવા લાગ્યા.આમ લગ્ન પણ થઈ ગયા.બંન્ને વચ્ચે સારું બનતું હતું.ત્યાર બાદ 6 મહિનામાં તેની રજાઓ લીધી હતી તે પુરી થઈ ત્યા જ તેને પ્રિયા થી અને ઘરથી અલગ થવાનું થયું.આમ તેણે કહ્યું કે હું પાછો આવી જઈશ 2 મહિના માં .
પણ કોને ખબર ત્યાં બોર્ડર પર હુમલો થશે અને ત્યાં થી 10 જવાનો શહિદ થશે તેમાંથી એક ભાવિન હશે .આમ ભાવિન શહીદ થયો.અને આ બાજુ પ્રિયા પ્રેગનેટ આમ ઘરવાળા એ તેને ટેંશન આપ્યું નહિ તેને ડિલિવરી બાદ ખબર પડી તે ખૂબ રડી પણ પ્રિયા એ એકબીજા ભાવિન ને જન્મ આપ્યો હતો.તેથી પ્રિયા કહે છે કે હું તને તારા પપ્પા ની જેમ જ બનાવીશ મોટો કરીશ.આમ જોતજોતામાં બધુ ધીમે ધીમે શાંત પડી જાય છે.પ્રિયા પણ બધું ભૂલીને "ઘ્યેય" ને (તેના છોકરાં ને) મોટો કરવામાં લાગી જાય છે.તે પણ તેના પપ્પાનું સપનું પૂરું કરે છે.આર્મી ઓફીસર બનવાનું અને દેશની રક્ષા કરવાનું .આમ પ્રિયા ભાવિન ને યાદ કરતા કહે છે કે મેં તમારું સપનું આજે ધ્યેય માં પૂરું થતા જોયું છે.
કુદરત પણ જીવન માં કેવા કેવા વળાંક આપે છે એની કોઈનેય ખબર નથી હોતી.
છેવટે તો સાચો પ્રેમ આપણ ને જીવતા શીખવાડે છે...
Written by
~kinjal modi
- Get link
- X
- Other Apps
Comments