Tu Jhoom Jhoom Jhoom Jhoom Tu Jhoom Jhoom Jhoom … Jhoom

  Peeda nu main seene laawañ Tey main hasdi jaawañ dhuppañ de nal lad lad ke main laviyañ apniyañ chhawañ Dukh vi apne sukh vi apne Main to bas ye jaana Sab nu samajh ke ki karna ae Dil nu ae samjhawa Maiñ Deewani Kuchh Na Jana Mast Ho Ke Gaavañ Dunia Raazi Kr Ke Kamle Phir Vi Chain Nayiñ Aana    tu zoommm...... Sari Khushiyañ Mil Jawan Te Pichchhe Ki Reh Jana Sari Khushiyañ Mil Jawan Te Piche Ki Reh Jana Tere Bas Mein Kuch Vi Nayi Aay Dil Nu Ae  Samjava Main Razi Apni Zaat Toñ Mein Utte Apni Uqaat Toñ  ❤ Ki Kerna Aay Uchiyaañ Shana Nu Ki Hatth Laana Asmana Nu Mein Hasde Hasde Hai Jeena Mein Nikal Gai Gumanaa Tu Mein Te Mere Vergi aañki Khud To Roshan Maana Dunia Razi Ker Vi layi ae Phir Vi Chain Nayi Ana Jo Hai Tera Lav JayeGa Ker K Koi Bahana  💯🔱 Tere Bas Mein Kuchh Vi Nayiñ Aay Dil Nu Ae Samjhavañ    Tu Jhoom Jhoom Jhoom Hooo Tu Jhoom Jhoom Jhoom Jhoom...... PEACE OF MIND # SUKUN # IN THIS LYRICS @KINJALMODI.

જીવનમાં વળાંક

  •                                
  • જીવન માં વળાંક
  • એક યુવતી ની વાત છે.તેનું નામ હતું પ્રિયા. ખૂબ જ સંસ્કારી,હોશિયાર, ઘરકામમાં કુશળ અને ભણવામાં પણ તે દર વખતે ટોપર જ રહેતી.
  • પ્રિયા કોલેજ કરતી હતી. રોજ તે એસ.ટી બસ માં કોલેજ જાય અને આવે.તેની કૉલેજ તેના ઘરેથી દૂર હતી તેથી બસ માં તેને જવું પડતું.સવારે ઉઠે પછી ઘર નું બધું કામ પતાવીને કોલેજ જવા રવાના થાય .બસ માં પણ એટલી ભીડ હોય કે ન પુછો વાત.....!!!
  • તે સિવાય તેનું કોલેજ માં મિત્રો નું એક ગ્રૂપ પણ હતું.તેના મિત્રો પણ ખૂબ સારા .બધી વાતે પ્રિયા ને સપોર્ટ કરે..આખી ટોળકી જોડે જ ફરવા જાય,ગ્રૂપ માં કોઈ મિત્ર નો બર્થડે હોય તો તે લોકો નો પ્લાન રેડી જ હોય બધાં સાથે જ મનાવે અને ઍન્જોય કરે .
  • પ્રિયા ના મમ્મી-પપ્પા પણ ખૂબ જ સારા.તેને બધી જ છુટ આપી હતી. બસ પોતાનાં સંસ્કાર ન ભૂલે તેની ખાસ સૂચના પણ આપી રાખી હતી.પરંતુ પ્રિયા ની ખુશી તેના મમ્મી પપ્પા ખુશ રહે તેમાં હતી.. તેથી તેવા કોઈ કામ ન કરે જેના થી તેના મમ્મી પપ્પા ને દુઃખ થાય..એટલી પ્રિયા સમજદાર અને ડાયી છોકરી હતી.
  • બસ,દિવસો ના દિવસો, મહિના અને આમ ન આમ પ્રિયા ના ત્રણ વર્ષ કોલેજ ના ક્યારે પુરા થઈ ગયા એ પણ ખબર ના પડી ..અને કોલેજ ની છેલ્લી ફેરવેલ પાર્ટી પણ આવી ગઈ.પ્રિયા અને તેના મિત્રોએ  એ દિવસે રેસ્ટોરન્ટમાં જમવાનો પ્લાન બનાવ્યો પાર્ટી પછી ત્યાં જઈસુ ..તેમ તે લોકો નો આખો પ્લાન હતો..
  • આમ પ્રિયા પણ ખૂબ જ ઉસ્તાહિત હતી. તેથી તેને તેના મમ્મી પપ્પાનેં કહી દીધું અમારી કોલેજ ની છેલ્લી ફેરવેલ પાર્ટી છે તો મારા મિત્રો નુ આખું ગ્રુપ અને હું અમે બધા એ આમ પ્લાનિંગ કર્યું છે તો હું જ્વાની છું ..બહુ જ ઉસ્તાહિત થઈ ને કહી રહી હતી...આમ પ્રિયા ના મોમ ડેડ પણ રાજી થયા કે સારું બેટા જઈ આવજે પણ તારું ધ્યાન રાખજે અને સમયસર પાછી આવી જજે બહુ અંધારું ના થવા દેતી .,પ્રિયા એ કહ્યું તમેં ખોટું ટેન્શન ના લેશો હું વહેલી અને  હેમખેમ પાછી આવી જઈશ..બસ પછી શું..!!પ્રિયા એટલી ઉસ્તાહિત કે બસ સવાર ક્યારે પડે એની રાહ જોવા લાગી ખૂબ ખુશ હતી તે જવા માટે તેના ગ્રુપ ને મળવા માટે અને પાર્ટી એન્જોય કરવા ઉસ્તાહિત હતી...
  • સવાર પડી...,
  • પ્રિયા ખૂબ જ સરસ અને સુંદર તૈયાર થઈ મસ્ત મજાનું બાર્બી ફ્રોક પેહર્યું હતું અને માની લયો કોઈ પરી જ જાણે એટલી સુંદર લાગતી હતી..પ્રિયા,...આમ પ્રિયા રેડી થઈ મમ્મી પપ્પા ને કહેવા ગઇ કે હું હવે નીકળું છું.. બાય ,ટેક કેર એન્ડ લવ યુ બોથ ..આમ પ્રિયા ઘરે થી નીકળી..તેના બસ સટેન્ડ પર બસ ની રાહ જોવા લાગી ..આમ તેની બસ આવી અને તે કોલેજ પહોંચી ગઈ ..બધા મિત્રો તેની જ રાહ જોતા હતા..પ્રિયા તેના મિત્રો ને મળી પછી બધા કોલેજ માં ગયાં પાર્ટી એન્જોય કરવા..પાર્ટી માં પણ ઘણી કોમ્પિટિશન રાખી હતી..તેમાં હિપહોપ ડાન્સ , કલાસિકલ ,ગરબા,ભરતનાટ્યમ, કથક,સ્ટેન્ડઅપ કોમેડી વગેરે જેવા પ્રોગામ હતા તેમાં કેટલાક લોકો એ ભાગ લીધો હતો..પ્રિયા એ પણ અને તેના અમુક મિત્રો એ ભાગ લીધો હતો..આમ પ્રિયા અને તેના ગ્રુપ ના મિત્રો અને બીજા કોલેજ ના લોકો વચ્ચે હરીફાઈ હતી આમ હવે જોવાની વાત હતી કોણ જીતશે અને જીતે એના માટે વાઉચર અને ગિફ્ટ રાખેલા હતા એટલે સ્પર્ધા જામી રહી હતી ..
  • પ્રિયા અને તેના ગ્રુપ એ ગરબા માં શું ધૂમ મચાવી અને હિપહોપ માં પણ સારો પર્ફોર્મન્સ આપ્યું ..અને હવે સમય હતો કે વિજેતા ને ગૉષિત કરે અને તે સમય આવ્યો તેમાં જીત્યા પ્રિયા અને તેના મિત્રો ..તે લોકો ખૂબ ખુશ થઈ ગયા .એટલા માં તો સાંજ પડી ગયી પાર્ટી પત્યાં બાદ રિવરફ્ન્ટ ગયા ત્યાં બહુ ધમાલ કરી બધા એ ..અને ત્યારે જ પ્રિયા ના મમ્મીનો ફોન આવ્યો ..પ્રિયા ના મોમ થોડા ચિંતિત અને થોડા ગુસ્સા માં પણ કે સાંજ ના 7 વાગ્યા ..હજુ કેટલું મોડું થશે પ્રિયા ?
  • પ્રિયા કહે છે મમ્મી તું ચિંતા ન કર હું હમણાં પહોંચું છું હવે અમે બસ જમી ને નીકળીએ છીએ આવી જઈશ.. મુકું મમ્મા એમ કરી પ્રિયા એ ફોન મુક્યો ..
  •  પ્રિયા મિત્રો સાથે મસ્તી કરવા માં એટલી મશગુલ થઈ ગયી હતી કે સમય નું ભાન ના રહ્યું આમ પછી પ્રિયા એ કહ્યું આપડે જસુ 8 વાગ્યા હવે જમવા જઇએ મારે મોડું થશે તો મોમ- ડેડ ખોટા ટેન્સ થશે..
  • બધા કહે સારું ચાલો હવે!!!!!!!!..
  • આમ રેસ્ટોરન્ટ માં ઓર્ડર કરવા લાગ્યા બધા પેટ ભરી જમ્યા ..ત્યાં પણ સેલ્ફી અને ફોટોગ્રાફી અને  ત્યાં પણ ખૂબ મસ્તી ધમાલ કરી..
  • આમ બિલ પે કરી બધા પોત પોતાના ઘરે જવા રવાના થયા... ખૂબ જલસા કર્યા આમ કરી ન બધા એ વિદાય લીધી..પ્રિયા પણ થોડી ઉતાવળ માં કહે છે હું ચાલુ મારી બસ મિસ થશે ફ્રેડ્સ;પ્રિયા ન કહ્યું અમે તને મૂકી જઈએ પણ પ્રિયા એ કહ્યું ના આવશે જ બસ તમે લોકો નીકળો હું પહોંચી જઈસ..આમ તેના બધા મિત્રો રવાના થયા ...પ્રિયા હજુ ત્યાં જ ઉભી રહી હતી બસ ની રાહ જોઈ ..ના તો કોઈ બસ આવે કે ન તો કોઈ રીક્ષા ત્યાં ઉભા ઉભા જ રાત ના 10 વાગી ગયા , તેના પપ્પા એ ફોન કરયો પણ પ્રિયા નો ફોન સ્વીચ ઓફ થઇ ગયો હતો બેટરી રહી ન હતી તેથી આમ તેના મોમ ડેડ ખૂબ જ ચિંતા માં આવી ગયા ...
  • પ્રિયા પણ ખૂબ ગભરાયેલી કેમ કે કોઈ એ રસ્તા પર દેખાય નહતું રહ્યું અને તેનો ફોન પણ બંધ હતો તે કરે તો પણ કોને કોન્ટેક્ટ કરે ..પ્રિયા ના નસીબ એટલા ખરાબ કે એકાએક ત્યાં એકદમ ઘોર અંધારું થઈ ગયું અને વાદળાં ગેરાવા લાગ્યા,વીજળી ના ચમકારા થવા લાગ્યા પ્રિયા ખૂબ ડઘાયી ગઈ ..ત્યાં જ કડાકા બંધ વરસાદ પડ્યો જોરદાર વીજળી ના ભડાકા થતા હતા ..એક બાજુ બસ નહતી આવતી કોઈ રીક્ષા તો ઠીક પણ કોઈ વાહન પણ જતું નહતું અને એટલા માં જ એક ગાડી માં ચાર- પાંચ હવસખોરો તેની આજુ બાજુ ઘેરાય ગયા પ્રિયા ચિસાચીસ અને બૂમાબૂમ કરવા લાગી બચાવો,બચાવો પણ દૂર દૂર સુધી કોઈ જ દેખાતું હતું નહીં ત્યાં સુધી પેલા હવસખોરો એ તેને ગાડી માં નાખી અને ગાડી ચાલતી કરી.. પ્રિયા રડતા રડતા બચાવો બચાવો ની બૂમો પાડતી રહી પણ
  • વરસાદ માં તો કોઈ ભાગ્યે જ બહાર નીકળે ..પ્રિયા બહું ભયાનક પરિસ્થિતિમાં છે ..હવે ખબર નહિ આગળ શું થશે ? 
  •  જો તમને ખબર હોય તો જરા કેજો કે આગળ શુ થશે પ્રિયા ના જીવન માં 
  • કેવા પ્રકાર નો વળાંક આવે છે તે જાણવા માટે વાંચતા રહો આગળ...

Comments

guys,
are you ready for story {part-2}【જીવનમાં વળાંક】
So, comments below and share your thoughts

Popular posts from this blog

Tu Jhoom Jhoom Jhoom Jhoom Tu Jhoom Jhoom Jhoom … Jhoom

मैं निर्भया :