આપણે પહેલાં આપણી જાત ને કેટલાં વફાદાર છીએ તે જાણી લેવું અગત્યનું છે તો જ આપણે બીજા સાથે વફાદારી નિભાવી શકીશું..
"Be kind with your self."
તમે તમારી જાત સાથે બેસો તો તમને તમારામાં શું ગમે છે? તે સમજાય છે? પોતાની જાત સાથે વાત કરો,સવાલો પૂછો અને તમને જવાબ મેળવવા માટે કોઈ ની કંપની ની જરૂર પડતી હોય તો સમજી લેવું તમે તમારી જ જાત ને બેવકૂફ બનાવી રહ્યા છો. આનો સીધો મતલબ એમ થાય કે તમે બીજા ના મત અનુસાર જ જીવો છો પોતાની જાત ને પ્રેમ નથી કરતા અને પોતાની જાત સાથે ખુશ નથી તેથી તમેં તમારા મત મુજબ નથી જીવતા એટલે જ તમેં પોતાની જાત સાથે બેસો એવા કંટાળી જાઓ અને કોઈ ની કંપની અથવા ફોન ની જરૂર પડે છે.તમને તમારા માં કશું ગમતું નથી .કેમ કે આપણે આપણી જાત ને એકેય મોકો નથી આપ્યો બસ લોકો ને જ ફોલો કરવામાં વ્યસ્ત છીએ.આપણી જાતને ઓળખવા ,સમજવા અને આપણી ચોઇસ શું છે એ ત્યારે ખબર પડશે જયારે બીજા ને નહિ પણ પોતાને ફોલો કરવામાં વ્યસ્ત થઇ જાઓ .આપણી જાત માટે થોડો સમય કાઢવો ખૂબ મહત્વનું છે.
"First Love your self."
તમે તમારી જાત ને પ્રેમ કરવાનું ચાલુ કરો.જે ભુલો તમારાથી થઈ ગઈ છે એને તમે ગુડબાય કહી દો અને નવી સવાર તમારા જીવનમાં લાવો. જાણે એક નવી , અલગ દુનિયા તમારા માટે અને ફકત તમારા માટે જ કુદરતે સર્જન કર્યું છે.ફરી એકવાર જન્મ લો અને નવેસરથી જીવન જીવવાનું ચાલુ કરો. પહેલા તો પોતાની જાતને માફ કરતા શીખો અને તેને અપનાવવાનું ચાલુ કરી દો .પોતાની જાત ને સ્વીકાર કરો.સ્વીકાર કરી લો એટલે કોઈ જ પ્રશ્ન નહિ રહે.કે કોઈ તમારા વિશે શું વિચારે છે,કોઈ શું કહેશે એવી બધી જ નકારાત્મક સોચ માંથી તમે બહાર આવી જશો .જાત ને સ્વીકાર કર્યા પછી કોઈ ને સાબિત નહીં કરવું પડે કે તમે કોણ છો અને કોઈ ને સફાઈ પણ નહીં આપવી પડે કેમ કે તમે તમારી જાત ને ઓળખો છો તે જ મહત્વનું છે આમ પોતાની જાત ને કોશવાનું બંધ કરો અને પ્રેમ કરતા શીખો.પોતાની ખામીઓ ને ભૂલી ખૂબીઓને પ્રેમ કરો પાક્કું તમે તમારી જાતને પ્રેમ કરવા લાગશો..
"Learn to accept your self."
કેમ કે,આપણે જેવા હોઈએ તેવા લોકોને ગમીએ એવું જરૂરી તો નથી તો શું કરવા આપણે કોઈ ના માટે આપણી જાત ને બદલવાની કોશિશ કરીએ. આપણે ખુદ ને અને જેને ગમીએ છીએ તેના માટે તો ખૂબ સ્પેશિયલ છીએ જેમ કે આપણો પરીવાર (famiy) જે આપણા જીવન માં મહત્વનો ભાગ ભજવે છે તેમને ગમીએ છીએ એટલું બહુ છે એમના માટે આપડો સ્પેશિયલ સમય પસાર કેમ ન કરાય.શું કરવા આપણી જાત ને સસ્તી બનાવીએ અને જે લોકોને આપણી કોઈ જ પડી નથી તેને ગમાડવા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર હોઈએ છીએ કેમ આપણે અમૂલ્ય નથી .છીએ જ પણ આપણે બસ ખુદ નો સ્વીકાર કરવાની જરૂર હોય છે અને બહુ જ બધો ખુદ ને પ્રેમ કરવામાં કેમ કે જે ખુદ ને પ્રેમ ના કરે તે કોઈ બીજા ને પણ કેવી રીતે પ્રેમ આપી શકે.તેથી પોતાની જાત નો સ્વીકાર કરો અને જીવો મજાનું છે જીવન. શું કરવા ખોટા દેખાડા કે દંભ માં જીવવું કે બીજાને કઇ બતાડવા જીવવું ..?
【 આપણે જેવા છીએ ને એવા છીએ "બૉસ"】
આપણા જેવો ન તો કોઈ છે કે ન તો થશે.જુઓ સાહેબ બધા માં કોઈ ને કોઈ આવડત હોય જ છે બસ તેને બહાર લાવવાની જરૂર હોય છે.અને તે ક્યારે થાય જયારે તમે સ્વીકારી લો ખુદ ને ત્યારે કેમ કે ફરિયાદો કરવાથી માત્ર સમસ્યા દૂર નથી થવાની .તો સ્વીકાર્ય કરો પોતાને અને ઘણું જીવો.
તમે તમારી જાત સાથે ખુશ રહેતા હોય ને તો લખી લેજો "boss" ગેરંટી સાથે તમે કયારેય પાછા નહિ પડો. પણ પહેલાં તમારે એ શીખવું પડશે કે પોતાની જાત માટે સમય,કાળજી ,પ્રેમ અને પોતાની જાતનો સ્વીકાર .આટલું શીખસો ને એટલે પોતાની જાત માટે ઈજ્જત તમને વધી જશે અને દરેક જગ્યાએ જીત તમારી થશે..
Comments